HomeGujaratહળવદમાં ગેર કાયદે નીમ કોટેડ યુરીયાનો જથ્થો ઝડપાયા બાદ ખેતીવાડી વિભાગે ગોડાઉન...

હળવદમાં ગેર કાયદે નીમ કોટેડ યુરીયાનો જથ્થો ઝડપાયા બાદ ખેતીવાડી વિભાગે ગોડાઉન કર્યું સીલ

હળવદ પોલીસે શનિવારના રોજ મોરબી ચોકડી પાસે આવેલા અક્ષર એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ વર્કસ નામના ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો અને આ ગોડાઉન માંથી ખેડૂતોને આપવાનો ગેરકાયદેસર યુરિયા ખાતરનો મસ મોટો જથ્થો પકડી પાડ્યો હતો અને પોલીસની પ્રાથમિક તપાસ માં ખાતર મૂળ બેગમાંથી ખાલી કરી સફેદ કલરની અન્ય બેગમાં ભરી તેને બારોબાર વેચી દેવાનું કૌભાંડ ચાલી રહ્યું હોવાનું જાણ થતા ખેતીવાડી વિભાગને જાણ કરી હતી જે બાદ જિલ્લા નાયબ ખેતીવાડી અધિકારી કેતન પરસાણીયા દોડી ગયા હતા અને દરોડા વાળી જગ્યાએ તપાસ કરતા સ્થળ પરનીમ કોટેડ યુરીયા નો જથ્થો હોવાનું સામે આવતા પોલીસે અક્ષર એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ ગોડાઉનમાંથી રૂ. 98,39 કિંમતની 379 થેલી યુરિયા ખાતર, ટ્રકમાં રહેલી 180550 કિંમતની 700 થેલી , ન્યુરો પાર્ટ્સ ખાતરની થેલીમાં 2 06 000 કિંમતની 118 થેલી 66,625 કિંમતની 250 થેલી તેમજ જી જે 39 ટી 71 04 નંબરના ટ્રક સહિત કુલ રૂપિયા 25 52 114 લાખનો મુદ્દામાલ જપ્આત કર્વયો હતો અને પોલીસે ગોડાઉનના સંચાલક અજય રાવલની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અજય રાવલના ભાઈ હેમાંગ રાવલ અગાઉ કોંગ્રેસ શાસીત જિલ્લા પંચાયતમાં ચેરમેન રહ્યા હતા જ્યારે ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપમાં મળી ગયા હોવાનું પણ સામે આવ્યું છે

ખેતીવાડી વિભાગના અધિકારીઓએ યુરીયા ખાતરનો સેમ્પલો લઈ રિપોર્ટ માટે મોકલવાની તજવીજ હાથ ધરી છે તેમજ તાત્કાલિક ગોડાઉન સીલ કરી દીધું હતું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,470SubscribersSubscribe

TRENDING NOW