HomeGujaratટંકારાના હડમતીયા ગામે કુવામાં પડી જતા પરિણીતાનું મોત

ટંકારાના હડમતીયા ગામે કુવામાં પડી જતા પરિણીતાનું મોત

ટંકારાના હડમતીયા ગામની સીમમાં આવેલ મનસુખભાઇ સીતાપરાની વાડીયે રહેતા ફિરકીબેન મુન્નાભાઇ બારેલા નામના પરણીતાએ ગત તા.-01/12/2024ના રોજ સવારના દશેક વાગ્યે કુવામાં પાણી ભરવા ગયા હોય તે દરમિયાન પગ લપસી જતા કુવામા પડી જતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પાના તબીબે તેને તપાસી મરણ જાહેર કર્યા હતા. આ બનાવ અંગે પોલીસની તપાસમાં મજકુર સ્ત્રીનો લગ્ન ગાળો એક વર્ષનો છે. સંતાનમા એક પુત્ર ઉ.વ-02 માસનો છે અને સાસુ સસરાથી અલગ રહે તેવું સામે આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW