HomeGujaratમોરબીના કુબેરનગર ભૂગર્ભ ગટર ના કામ સ્થાનિકોએ કલેકટર કચેરીમાં કર્યો ઘેરાવ

મોરબીના કુબેરનગર ભૂગર્ભ ગટર ના કામ સ્થાનિકોએ કલેકટર કચેરીમાં કર્યો ઘેરાવ

મોરબી પાલિકા વિસ્તારમાં નવલખી રોડ પર આવેલા કુબેરનગર,રામ નગર,વિષ્ણુ નગર અશોક પાર્ક સોસાયટી,હર્ષવાટિકા,રોયલ પાર્ક,માંધાપર, કારીયા સોસાયટી સહીતના અલગ અલગ સોસાયટી આવેલ છે અને આ પૈકી મોટા ભાગની સોસાયટીમાં ચોમાસા દરમિયાન ભૂગર્ભ ગટરના પાઈપ નાનું હોવાથી વરસાદી પાણી નિકાલ ન થતા હોવાથી સ્થાનિકો દ્વારા પાલિકામાં પાઈપ લાઈન નાખવા માંગણી કરી હતી જે બાદ પાલિકા દ્વારા આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરના પાઈપની કામગીરી હાથ ધરી છે જોકે આ કામગીરી મુદે સ્થાનિકોમાં આસંતોષ ફેલાયો હતો અને આજે અચાનક કલેકટર કચેરીએ પહોચ્યા હતા અને તેના વિસ્તારમાં જે ભૂગર્ભ ગટરના પાઈપ ફીટ કરવામાં આવતા હોય જે 6 ના ત્રણ ફૂટનો પાઈપ લગાવી રહ્યા હોય જેના કારણે આગામી દિવસમાં પાણીની સમસ્યા થવાની આશંકા વ્યક્ત કરી હતી જોકે બીજી તરફ પાલિકા સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાલિકા દ્વારા વરસાદી પાણી અને ભૂગર્ભ ગટરના પાણીના નિકાલ માટેઅગાઉ 900 mmના પાઈપ હતા જેના બદલે પાણી વધુ સરળતાથી નીકળી શકે અને ભવિષ્યમાં સફાઈકે અન્ય કામગીરી સરળતાથી થાય એ માટે 600mm ના બે પાઈપ ની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને આ કામગીરી થી આ વિસ્તાર જોકે સ્થાનિકોને કોઈ વિઘ્ન સંતોષી દ્વારા ગેર માર્ગે દોરી રહ્યા હોય અને વિકાસ કામને અડચણ રૂપ બની રહ્યા હોય તેવી આશંકા સેવાઈ રહી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW