HomeGujaratમોરબીની સમર્પણ હોસ્પિટલ પાસેથી એકસાથે ત્રણ બાઈક ચોરીની ફરિયાદ

મોરબીની સમર્પણ હોસ્પિટલ પાસેથી એકસાથે ત્રણ બાઈક ચોરીની ફરિયાદ

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સમર્પણ હોસ્પિટલ નજીકથી બાઇકની ચોરીના ત્રણ અલગ-અલગ બનાવો અંગે એકસાથે ફરિયાદ નોંધાતા વાહન ચોર પોલીસ પકડમાં હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

પ્રથમ બનાવમાં મહેન્દ્રનગરમા રહેતા ફરિયાદી ભાવેશભાઈ દિનેશભાઇ અઘારાનું રૂ. 35 હજારનું બાઈક ગત તા.28 ઓક્ટોબરના રોજ કોઈ અજાણ્યો તસ્કર સમર્પણ હોસ્પિટલ નજીકથી ચોરી કરી ગયા હતા. બીજા બનાવમાં ગત તા.28 ઓક્ટોબરના રોજ અજાણ્યો તસ્કર પીપળી ગામના રહેવાસી કુલદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલાનું રૂ. 20 હજારનું બાઈક ચોરી જતા મોરબી સીટી બી-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. આ ઉપરાંત ગત તા.10 નવેમ્બરના રોજ પણ સમર્પણ હોસ્પિટલ પાસેથી અજાણ્યો તસ્કર મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા ચંદ્રપાલસિંહ બળવંતસિંહ ઝાલાનું રૂ.25 હજારનું બાઈક ચોરી થયું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW