વાંકાનેર સીટી પોલીસ ટીમે બાતમીના આધારે સીટી પોલીસ સ્ટેશન રોડ ઉપર રેડ મારતા ત્યાં જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી હુસેનભાઈ રાયબભાઈ કટીયા, ફિરોજભાઈ મુસાભાઈ માજોઠી, જુસબભાઈ સુમારભાઇ શેખ, રજાકભાઈ સલેમાનભાઇ શેખ અને રફીકભાઈ ગુલામહુશેનભાઈ રફાઈને પોલીસે પકડી પાડ્યા હતા. તે શખ્સો પાસેથી કુલ રૂ.- 10,350નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કરી તે શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

