મોરબી-માળિયા વિધાનસભા વિસ્તારનું સ્નેહમિલન સમારોહ તાજેતરમાં ઉમા ટાઉનશીપ ખાતે યોજાયો હતો. આ નુતન વર્ષ નિમિતે સાંસદ અને ધારાસભ્યની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો. આ સાથે ગયા વર્ષની ભૂલને ભૂલીને નવા વર્ષની શરૂઆત કરવા અપીલ કરી હતી. જેમાં વધુમાં આગેવાનોએ મોરબી ટુક સમયમાં મહાનગર બનશે એટલે શહેરનો વિકાસ જેટ ગતિએ થશે તેવું પણ આગેવાનોએ જણાવ્યું હતું. જે સ્નેહમિલન સમારોહ ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રભારી હિતેશ ચૌધરી, સાંસદ વિનોદ ચાવડા, ચંદુભાઈ શિહોરા, પ્રદેશ ભાજપ મહિલા મોરચા પ્રમુખ દિપીકાબેન સરડવા, જયંતિ કવાડિયા, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, ઉપપ્રમુખ હિરાભાઈ ટમારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી કે.એસ.અમૃતિયા, જેઠાભાઇ મિયાત્રા, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ સાગર સદાતીયા, મગનભાઈ વડાવીયા આ ઉપરાંત મોરબી શહેર – તાલુકા, માળીયા મી. શહેર તાલુકાના હોદેદારો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.


