Thursday, April 17, 2025
HomeGujaratCentral Gujaratરાજયમાં ફરી એકવાર4.2 ની તીવ્રતાનો ભૂકંપ કેન્દ્ર બિંદુ પાટણ જિલ્લામાં નોંધાયું, ઉત્તર,મધ્ય...

રાજયમાં ફરી એકવાર4.2 ની તીવ્રતાનો ભૂકંપ કેન્દ્ર બિંદુ પાટણ જિલ્લામાં નોંધાયું, ઉત્તર,મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર સુધી ધ્રુજારી

ઉત્તર ગુજરાતમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. પાટણ, પાલનપુર, અંબાજી, વડગામ, અમીરગઢ, દાંતા, ડીસામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર 4.2ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે. પાટણથી 23 કિમી દૂર ઉત્તરમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. રાત્રે 10:15 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હોવાની માહિતી મળી રહી છે.મહેસાણાના ખેરાલુમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયા છે. એટલું જ નહીં, નવા વાડજ અને નરોડામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપ અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. મહેસાણા, પાટણ, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં ભૂકંપના આચકા અનુભવાયા છે. પાટણ, ચાણસ્મા, પાલનપુર સહિતના વિસ્તારોમાં આંચકા અનુભવાયા છે. મહેસાણા જિલ્લામાં ભૂકંપના આચકા અનુભવાયા છે. બહુચરાજી, મોઢેરા, સતલાસણા, ખેરાલુ, વિજાપુર સહિતના વિસ્તારોમાં આંચકા અનુભવાયા છે. ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ પાટણથી 15 કિલોમીટર દૂર નોંધાયું સુરેન્દ્રનગર જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું સામે આવ્યું છે. ધ્રાંગધ્રા, પાટડી, વઢવાણ સહિતના તાલુકાઓમાં ભૂકંપના આંચકા ગણતરીની સેકન્ડ સુધી અનુભવ્યા છે. સુરેન્દ્રનગર વાસીઓ ભૂકંપના આંચકા અનુભવતા ઘર બહાર દોડી આવ્યા હતા. મોરબી જિલ્લાના હળવદ પંથકના કેટલાક ગામમાં પણ ધ્રુજારી નો અનુભવ થયા હોવાનું જાણવા મળ્યુ છે હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
51,026FollowersFollow
2,810SubscribersSubscribe

TRENDING NOW