HomeGujaratમોરબી જિલ્લામાં પાક વળતર માટે 1.51 લાખમાંથી 96 હજારથી વધુ ખેડૂતોએ કરી...

મોરબી જિલ્લામાં પાક વળતર માટે 1.51 લાખમાંથી 96 હજારથી વધુ ખેડૂતોએ કરી ઓનલાઇન અરજી

મોરબી જિલ્લામાં ઓગસ્ટ મહિનાના અંતિમ સપ્તાહ દરમિયાન પડેલા અતિભારે વરસાદને કારણે ચોમાસું પાકને મોટા પાયે નુકશાન થયું છે.જેના કારણે રાજ્ય સરકારના આદેશ મુજબ સમગ્ર જિલ્લામાં સપ્ટેમ્બર મહિનામાં પાક નુકશાની સર્વે હાથ ધરવામાં આવ્યો હતો મોરબી જીલ્લામાં ખેતીવાડી વિભાગ દ્વારા ગ્રામ સેવક અને ખેતીવાડી વિભાગના કર્મચારી મળી કુલ 29 ટીમ બનાવી હતી અને દરેક અસરગ્રસ્ત ગામમાં કામગીરી હાથ ધરી હતી શરુઆતમાં કેટલાક ગામડામાંથી ટીમ સર્વે માટે ન આવી હોવાની ફરિયાદ બાદ આ કમગીરી તેજ કરવામાં આવી હતી અને અંતે ૩૩ દિવસમાં પૂર્ણ કરી હતી આ સર્વે કામગીરી પૂર્ણ થયા જેમાંથી 1,51,360 હેકટરમાં નુકસાન આવ્યું છે. ખાસ કરીને મોરબી જિલ્લામાં ખરીફ સીઝનમા મગફળી, દિવેલા, અજમો, તુવેર, શાકભાજી, ઘાસચારો,સહિતના પાકોમાં 33 % કે તેથી વધુની નુકસાની થઇ છે જેમાં સૌથી વધુ કપાસનું 2 લાખ હેકટર વાવેતર થયું હતું જે પૈકી 1,20,000 હેક્ટરમાં નુકસાન થયું હોવાના સત્તાવાર સર્વેમાં બહાર આવ્યું હતું
આ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા રાજ્યના અલગ અલગ જિલ્લામાં નુકશાની વળતર માટેની જાહેરાત કરી કૃષિ વળતર પેકેજ જાહેર કર્યું હતું અને આ માટે ઓનલાઈન અરજીઓ મગાવવામાં આવી હતી આજ દિન સુધીમાં 96820 ખેડૂતો દ્વારા અરજી કરવામાં આવી હતી જેમાં સૌથી વધુ અરજી મોરબી તાલુકાના ખેડૂતોએ કરી છે આજ દિન સુધીમાં મોરબી તાલુકામાંથી 30 632 અરજી આવીનો સમાવેશ થયો હતો

ખેડૂતોને અતિવૃષ્ટિથી થયેલ નુકશાની અને અરજી 

 તાલુકો     વાવેતર       33 % થી વધુ નુકસાન        ખેડૂતોની સંખ્યા           નુકસાની ટકાવારીમાં   અરજીઓની સંખ્યા  
મોરબી        89140       55582                           60727                           62 %                     30632
માળીયા     48872 41633                         32879                               85 %                       15636
ટંકારા         407501407310850   34 %                         14029
વાંકાનેર     57751 37415                       43155   65 %                     21152
હળવદ       77731  3657                         4178                             05 %                   14974     
કુલ314944 152360                   151789                           48.37 %             96820  
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW