HomeGujaratમોરબીમાં જલારામ બાપા ની ૨૨૫મી જન્મજયંતિ નિમિતે શોભાયાત્રા,મહા આરતી યોજાશે

મોરબીમાં જલારામ બાપા ની ૨૨૫મી જન્મજયંતિ નિમિતે શોભાયાત્રા,મહા આરતી યોજાશે

લોહાણા સમાજના આસ્થાના પ્રતીક સમાન સંત શિરોમણી શ્રી જલારામ બાપા ની ૨૨૫મી જન્મજયંતિ નિમિતે જલારામ જયંતિ શોભાયાત્રા સમિતી-મોરબી દ્વારા ભવ્ય શોભાયાત્રા નું અનેરુ આયોજન કરવા માં આવેલ છે. જે અંતર્ગત તા.૮-૧૧-૨૦૨૪ શુક્રવાર કારતક સુદ ૭ ના રોજ બપોરે ૨ઃ૩૦ કલાકે શહેર ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતેથી શોભાયાત્રા પ્રસ્થાન થશે, શોભાયાત્રા જુના બસસ્ટેશન-નગર દરવાજા-પરા બજાર-શાક માર્કેટ ચોક-ગાંધી ચોક-વસંત પ્લોટ-રામ ચોક-શનાળા રોડ-નવુ બસ સ્ટેશન-માણેક સોસાયટી મેઈન રોડ-બાપા સિતારામ ચોક સહીત ના વિસ્તારો માં વિવિધ આકર્ષણો સાથે શહેર ના રાજમાર્ગો પર ફરી વળશે. વિવિધ સ્થળોએ શોભાયાત્રા નું સ્વાગત તેમજ પૂ.બાપા નું પૂજન કરવામાં આવશે, બાપા સિતારામ ચોક ખાતે સુપ્રસિધ્ધ કલાકારો દેવ ભટ્ટ, વૈભવી શાહ ત્રિવેદી, નિરવ રાયચુરા તથા ઈન્ડીયન આઈડોલ ફેઈમ ચિન્ટુ ઉસ્તાદ ની ઓરકેસ્ટ્રા સાથે લાઈવ પ્રોગ્રામ તેમજ મહામંડલેશ્વર ૧૦૦૮ સદગુરુ દેવ શ્રી પ.પૂ. હરીચરણદાસજી મહારાજ ના ગાદીપતિ પૂ.જયરામદાસ બાપુ સહીત ના સંતો-મહંતો ના વરદ્ હસ્તે મહાઆરતી તેમજ સરદાર બાગ ખાતે હિતેશભાઈ કાંતિલાલ સચદેવ (જલારામ બ્યુટી ઝોન)પરિવાર દ્વારા કેકકટીંગ યોજવા માં આવશે. શહેર ના નગર દરવાજા ચોક ખાતે તેમજ નવા બસ સ્ટેશન ખાતે મહા આતશબાજી યોજાશે. શોભાયાત્રા દરમિયાન નાસિક ઢોલ, પૂ.જલારામ બાપા નો રથ, ડી.જે, લાઈવ રોટલા પ્રસાદ તેમજ બાળકો દ્વારા રામ દરબાર, શિવ દરબાર, પૂ.જલારામ બાપા, વીરબાઈ માઁ નો વેશ ધારણ કરવા માં આવશે જે આકર્ષણ નું કેન્દ્ર બની રહેશે. શોભાયાત્રા દરમિયાન જુના બસસ્ટેશન ખાતે દીપકભાઈ પોપટ(રીધ્ધી ફટાકડા) પરિવાર તરફથી શોભાયાત્રા નું સ્વાગત, નગર દરવાજા ખાતે શ્રી રઘુવંશી યુવક મંડળ દ્વારા સ્વાગત તેમજ ઠંડા-પીણા ની વ્યવસ્થા, ચકીયા હનુમાનજી મંદીર ખાતે વસંત પ્લોટ ગરબી મંડળ દ્વારા સ્વાગત તેમજ ઠંડા-પીણા ની વ્યવસ્થા, લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે સમસ્ત પોપટ પરિવાર દ્વારા સ્વાગત, નવા બસસ્ટેશન ખાતે રોયલ રઘુવંશી ગૃપ દ્વારા શોભાયાત્રાનનું સ્વાગત કરવા માં આવશે. તે ઉપરાંત શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા શોભાયાત્રા દરમિયાન પૂ.વીરબાઈ માઁ નો લાઈવ રોટલા પ્રસાદ વિતરણ કરવા માં આવશે. શહેર ના દરેક રઘુવંશીઓને સહપરિવાર શોભાયાત્રા માં જોડાવવા જલારામ જયંતિ શોભાયાત્રા સમિતી-મોરબી દ્વારા ભાવભર્યુ નિમંત્રણ પાઠવવા માં આવ્યુ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW