મોરબીના ઉમા ટાઉનશીપ ખાતે સ્વ. છગનભાઈ ચિખલીયા અને સ્વ શાંતાબેન ચિખલીયા તેમજ સમગ્ર પિતૃઓના આત્માના કલ્યાણ અર્થે ભવ્ય ભાગવત કથાનું અયોજન કરવામાં આવ્યું છે. આ કથાનું તા. 4-11-24 ને સોમવાર થી તા. 10-11-24 સુધી અયોજન કરેલ છે. વ્યાસપીઠ પર પ્રખર વક્તા સંત રત્નેશ્વરીદેવી ગુરૂ મહંત ભાવેશ્વરીમાં રામધન આશ્રમ બિરાજી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાશે. તેમજ કથાનો સમય બપોર 2:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી રહેશે.
જેમાં સંતો મહંતો રાજકીય સામાજીક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. ભાવેશભાઈ ચિખલીયા, બીપીનભાઈ ચિખલીયા તેમજ ચિખલીયા પરિવાર કથાનો લાભ લેવા આમંત્રણ પાઠવ્યું છે. તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવેલ છે.

