ટંકારા રાજકોટ હાઈવે પર ભાજપ આગેવાનની ભાગીદારી વાળી કમ્ફર્ટ હોટેલના રૂમ નંબર 105માં એક દ્વારા રૂમ ભાડે રાખવામાં આવ્યો હોય અને તેમાં રાજકોટ અને મોરબી એમ અલગ અલગ સ્થળે લોકો એકઠા થઇ ગેર કાયદે જુગાર રમતા હોવાની ટંકારા પોલીસની ટીમને બાતમી મળી હતી આં બાતમી આધારે ટંકારા પોલીસ મથકના પી આઈ વાય કે ગોહિલ અને ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો દરમિયાન હોટેલના પાર્કિંગ બહાર કારમાં રહેલા બે શખ્સની હરકત શંકાસ્પદ લાગતા પોલીસે તેની પૂછ પરછ કરતા રાજકોટના ગોપાલ રણછોડ સભાડ નામના શખ્સે 105 નંબરનો રૂમ બુક કરાવી તેમાં રાજકોટ મોરબી તેમજ અલગ અલગ જગ્યાએથી લોકો બોલાવી જુગાર રમાડતા હોવાનું ખુલતા પોલીસે તાત્કાલિક રૂમમાં દરોડો પાડી હાઈ પ્રોફાઈલ જુગારધામ પકડી પાડ્યું હતું પોલીસે સ્થળ પરથી ગોપાલ રણછોડ સંભાડ,ચિરાગ રસિકભાઈ ધામેચા, રઘુવીરસિંહ ઉર્ફે દીપકસિંહ બહાદુર સિંહ જાડેજા, રવી મનસુખ પટેલ, વિમલ રામજી પટેલ,ભાસ્કર પ્રભુદાસ પારેખ, કુલદીપ વનરાજસિંહ ગોહિલ,શૈલેષ ગંગાદાસ ઠુંમર, નીતેશ નારણ જાલરીયાને ઝડપી લીધા હતા જેની પૂછ પરછ કરતા રજનીકાંત ભરત દેત્રોજાનું નામ ખુલ્યું હતું જે હાજર મળી આવ્યો ન હતો પોલીસે હોટેલના રૂમમાંથી 12 લાખ રોકડા બે ફોર્ચ્યનર કાર 8 મોબાઈલ સહીત કુલ 63 લાખનો મુદામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.