મોરબી શહેરમાં રહેતા જગદીશભાઇ નરભેરામભાઇ દેત્રોજા નામના આધેડના દીકરા રવીરાજએ ભરત ઉર્ફે બીકે કાનજીભાઇ ચાવડા પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા અને સમયસર વ્યાજ ચુકવતા હોવા છતાં આરોપી દ્વારા પઠાણી ઉઘરાણી કરી હતી દરમિયાન ગત તા 28 ફેબૃઆરીના રોજ જગદીશભાઈની માલીકીની જી.જે.૩૬-આર-૨૨૨૨ નબરની એમ.જી.હેક્ટર ફૌર વ્હીલ કાર રવિરાજ તથા પૃથ્વીરાજપાસે થી બળ જબરી થી પડાવી લીધી હતી આરોપી કાર પડાવી ત્યારે કારની અસલ આર.સી.બુક,વીમા પોલીસી તથા ફરીયાદીના આધાર કાર્ડ સહીતના જરૂરી ડોક્યુમેન્ટોની ફાઇલ હતી. તે પણ પડાવી લીધી હતી જેથી આ બાબતે રવિરાજએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં વ્યાજ ખોર સામે વિરૂધ્ધ પોલીસ ફરીયાદ કરતા પોલીસએ આરોપી એપડાવી લીધેલા કાર કબજે કરી હતી આં અંગે વધુ તપાસ કરતા આરોપીઓ દ્વારા કોઈ પણ પ્રકારની રકમની લેવડ દેવડ વિના કાર ટ્રાન્સફર કરવા કોઇપણ પ્રકારના આર.ટી.ઓ.ને લગતા ડોક્યુમેન્ટ ટીટીઓ ફોર્મમાં સહી કરી આપેલ ના હોવા છતા આરોપી નંબર(૧)નાએ જે તે વખતે સાહેદ રવિરાજ પાસે થી બળજબરી થી પડાવી લઇ ગયેલ ત્યારે સદરહું કારમાં રહેલા કારની અસલ આર.સી.બુક,વીમા પોલીસી તથા ફરીયાદીના આધાર કાર્ડ સહીતના જરૂરી ડોક્યુમેન્ટોની ફરીયાદીની પરવાનગી કે મંજુરી વગર ખોટો દુરૂપયોગ કરી જગદીશભાઈના નામની નિયત નમુના મુજબના આર.ટી.ઓ. ટીટીઓ ફોર્મમાં ખોટી સહીઓ કરી સહીઓ કરેલ આર.ટી.ઓ.ટીટીઓ ફોર્મ બનાવટી હોવાનું આરોપીઓ જાણતા હોવા છતા ખોટુ આર.ટી.ઓ.ટીટીઓ ફોર્મ ખોટા દસ્તાવેજને સાચા આર.ટી.ઓ. ટીટીઓ ફોર્મ સાચા દસ્તાવેજ તરીકે ઉપયોગ કરી ફરીયાદી સાથે છેતરપીંડી કરવાના હેતુથી કોઇપણ જગ્યાએ થી આરોપી ભરત ઉર્ફે બીકે કાનજીભાઇ ચાવડાએ આરોપી પંકજ રામ કીશન કુમારના નામે કાર ટ્રાન્સફર કરવા આર.ટી.ઓ.મોરબીમાં ગઇ તારીખઃ-૧૦/૦૪/૨૦૨૪ ના રોજ ઓન લાઇન અરજી કરી બનાવટી દસ્તાવેજો સબમીટ કરી.આર.ટી.ઓ.ઓ.ની ઓન લાઇન અરજી કર્યા અંગેનો ડીસ્કલેમર રીપોર્ટ મેળવી મોરબી કોર્ટમાં રજુ કર્યા અંગે એ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી

