HomeGujaratમોરબીના આંદરણા ગામ નજીક રીક્ષા-બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો, એકનું મોત

મોરબીના આંદરણા ગામ નજીક રીક્ષા-બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો, એકનું મોત

મોરબી જીલ્લાના હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રહેતા ફરિયાદી ભરતભાઇ કેશુભાઈ ડઢૈયાએ ગત તા.21ના રોજ તેઓ તેમના ભાઈ સાગર, પ્રવીણભાઈ અને અનિલભાઈ એમ ચારેય વ્યક્તિ GJ-36-AB-3688 નંબરના બાઇકમાં જઈ રહ્યા હતા. ત્યારે આંદરણા ગામની સીમમાં GJ-36-U-3661 નંબરના રીક્ષા ચાલકે બાઈક સાથે અકસ્માત સર્જતાં બાઈક ચલાવી રહેલા તેમના ભાઈ સાગરભાઈનું ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતમાં ભરતભાઇ, પ્રવીણભાઈ તેમજ અનિલભાઈને ઇજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે ભરતભાઇ કેશુભાઇ ડઢૈયાએ તે રિક્ષા ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોધાવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW