માળીયા પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન જુના ઘાટીલા ગામે ઉગમણા ઝાપા પાસે આવેલ આરોપીના રાઘવજીભાઈ વિડજાના ઘરે જુગાર રમતા રાઘવજીભાઈ હરજીભાઈ વિડજા, જયેશભાઈ જીવરાજભાઈ વિડજા, દિનેશભાઈ પોલજીભાઈ જશાપરા, નરેન્દ્રભાઈ નાથાભાઈ વિડજા, વિજયભાઈ બચુભાઈ જાકાસણીયા, મહેશભાઈ મગનભાઈ વિડજા અને તળશીભાઈ સવજીભાઈ ગઢીયા નામના સાત શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. તે શખ્સો પાસેથી કુલ રૂ.- 46,750નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કરી તે શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

