HomeGujaratમોરબી જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે વધુ 70 દુકાનોના તપાસ કરી 109...

મોરબી જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે વધુ 70 દુકાનોના તપાસ કરી 109 કિલો અખાદ્ય પદાર્થનો નાશ કર્યો

દિવાળી તહેવારોને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા દરેક જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગને ખાસ ડ્રાઈવ ચલાવી ચકાસણી કરવા આપેલી સૂચનના પગલે છેલ્લા ઘણા સમયથી ચેકિંગ કામગીરી ચાલી રહી છે ત્યારે મોરબી જીલ્લાના અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા12 ઓક્ટોબરથી 23 ઓક્ટોબર દરમિયાન 70 જેટલી દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાંથી 50 દુકાનોમાંથી નમૂના લેવામાં આવ્યા હતા. ઉપરાંત 108 કિલો અખાદ્ય સામગ્રીનો નાશ કરાયો હતો.

જેમાં નમકીન, ધી, મીઠાઈ, મસાલા, તૈયાર ખોરાક, ખાદ્યતેલ, દુધની બનાવટો વગેરે કેટેગરીના નમુના લેવામા આવેલ હતા. મોરબી તાલુકામાં 22 પેઢીની તપાસ કરવામા આવી હતી અને 15 નમુના લેવામા આવ્યા હતા. વાંકાનેર તાલુકામાં 15 પેઢીની તપાસ કરવામા આવી હતી.અને 12 નમુના લેવામા આવેલ હતા. હળવદ તાલુકામાં 12 પેઢીની તપાસ કરવામા આવી હતી અને 10 નમુના લેવામા આવ્યા હતા. ટંકારા તાલુકામાં 13 પેઢીની તપાસ કરવામા આવી હતી અને 08 નમુના લેવામા આવ્યા હતા, માળીયા તાલુકા માં 8 પેઢીની તપાસ કરવામા આવી હતી અને 05 નમુના લેવામા આવ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,540SubscribersSubscribe

TRENDING NOW