વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા વિપુલભાઈ ડાયાભાઇ મથુરીયા નામના યુવાને ગઈકાલના રોજ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા તેને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મરણ જાહેર કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસને જાણ થતા તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરીછે.

