હળવદના ખેતરડી ગામે એલસીબી ટીમ દ્વારા બાતમીના આધારે રેડ મારતા ત્યાં આરોપી કાશીરામ રણછોડભાઇ દેકાવાડીયાના રહેણાંક મકાન પાછળ આવેલ વાડામાંથી ઈગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. તે શખ્સના વાડામાંથી કુલ રૂ.- 11,208નો મળેલ ઈગ્લીશ દારૂનો જથ્થો પોલીસે કબ્જે કરી આરોપી ઝડપી લીધો હતો. આરોપીની પુછપરછ કરતા જણાવ્યું હતું કે, તેને આ મુદામાલ કીશનભાઇ મેરાભાઇ દેકાવાડીયા પાસેથી મેળવ્યો હોવાનું સામે આવતા પોલીસે તેને ફરાર દર્શાવી તે બંને શખ્સો વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

