મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પર આવેલા મકનસર ગામ તેમજ પાસે આવેલા પ્રેમજીનગર સહિતના વિસ્તારમાં લોકોની અવરજવર રહેતી હોય તો કે આ વિસ્તારમાં અંધકાર રહેતા હોવાના કારણે અવારનવાર જીવલેણ અકસ્માત થઈ રહ્યા હતા. જેને ધ્યાને લઈ સ્થાનિક આગેવાન રમેશભાઈ સોલંકી દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટીથી લઈ કલેક્ટર કચેરી સુધી આ અંગે અનેક રજૂઆતો કરી હતી. જે બાદ તંત્ર જાગ્યું હતું અને મકા નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા છેલ્લા ઘણા વર્ષોથીબંધ પડેલી આં સ્ટ્રીટ લાઈટ શરૂ કરી હતી. લાઈટ શરૂ થવાથી આ વિસ્તારના વાહન અકસ્માતનું પ્રમાણ ઘટે તેવી શક્યતા સેવાઈ રહી છે.

