HomeGujaratમોરબી જિલ્લામાં હવે પાછોતરા વરસાદે ખેડૂતનો સીઝનનો છેલ્લો કોળિયો છીનવી લીધો

મોરબી જિલ્લામાં હવે પાછોતરા વરસાદે ખેડૂતનો સીઝનનો છેલ્લો કોળિયો છીનવી લીધો

મોરબી જિલ્લામાં વર્ષનું ચોમાસાએ તો જાણે રાતા પાણીએ રોવા મજબુર કરી દીધા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે એક તો આ વર્ષે જિલ્લામાં ઓગસ્ટ મહિનામાં પડેલા અતિભારે વરસાદે 3.૧૪ લાખ હેકટરમાં થયેલા ચોમાસું પાકને સંપૂર્ણ પણે ધોઈ નાખ્યા હતા જેના કારણે 3.15 લાખ હેક્ટર પૈકી અડધો અડધ પાક માં ૩૦ ટકા કે થી વધુ નુકશાની થઇ હતી કેટલાક ગામમાં ખેતરમાં પાક ની સાથે માટી પણ સંપૂર્ણ પણે ધોવાઇ જતા ખેડૂતોના હાથમાં કશું બચ્યું નથી તો કેટલાક ગામમાં એવા હતા જ્યાં પાક સંપૂર્ણ પણે નુકશાન નહોતું થયું જેના કારણે થોડી ઘણી ઉપજ આવશે તેવી આશા સેવી રહ્યા હતા જોકે કુદરત જાણે રુઠ્યો હોય તમે ખેડૂત નો વધ્યો ઘટ્યો મોલ પણ રહેવા દીધો નથી કારણ કે નવરાત્રી બાદથી મોરબી જિલ્લામાં ફરી પાછોતરા વરસાદે જેટલો તૈયાર પાક હતો અને ખેડૂત વેચવાની તૈયારી કરતા હતા તેમાં પણ વરસાદી પાણી પડતા વધેલું ઘટેલી કસર પણ પૂરી કરી નાખી છે

મોરબી તાલુકાના બીલીયા ગામના પૂર્વ સરપંચ કાંતિભાઈ પેથાપરા ના જણાવ્યા મુજબ બીલીયા અને આસપાસ ગામમાં છેલ્લા બે દિવસથી થયેલા વરસાદે કપાસના તૈયાર પાકને ભારે નુકશાન પહોચાડ્યું છે. ભારે પવન સાથે દોઢ ઈચ કરતા પણ વધારે વરસાદ થવાથી મોટા ભાગના ઝિંડવા ખરી પડ્યા છે કપાસ પણ પલળી જતા આ પાક ગુણવતા વિહીન થઇ ગયો છે જેના કારણે મોટા પાયે નુકશાન થઇ રહ્યું છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW