મોરબી પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે પોલીસે માધાપર પાસે રેડ મારતા ત્યાં જુગાર રમતા બિપીનભાઈ અંબાલાલભાઈ જાલરીયા, રમેશભાઈ ખોડાભાઈ પરસાડીયા, કિશોરભાઈ મોહનભાઈ કાથરાણી, ઈન્દુભાઈ સવજીભાઈ લાઘણોજા અને પંકજભાઈ હસમુખભાઈ લાઘણૉજા નામના પાંચ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. તે શખ્સો પાસેથી કુલ રૂ.- 12,750નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કરી તે શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

