HomeGujaratહળવદ તાલુકા પંચાયત કચેરીના પટાંગણમાં શરદોત્સવ નિમિત્તે રાસ ગરબા અને સ્નેહમિલન કાર્યક્રમ...

હળવદ તાલુકા પંચાયત કચેરીના પટાંગણમાં શરદોત્સવ નિમિત્તે રાસ ગરબા અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

હળવદ તાલુકા પંચાયત કચેરીના પટાંગણમાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ શરદોત્સવની રાસ ગરબાની રમઝટ સાથે ટ્રેડિશનલ ડ્રેસમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાસ ગરબાની રમઝટ ખ્યાતનામ કલાકારોએ પોતાની આગવી શૈલીમાં ગાઈને ખેલૈયાઓને મન મુકીને ગરબે ઘૂમવા મજબુર કરી દીધાં હતાં.

આ શરદોત્સવ ઉજવણી નિમિત્તે આમંત્રિત મહેમાનો દ્વારા તાલુકા પંચાયતના કર્મચારીઓ તેમજ તેમના બાળકોએ મેળવેલી સિદ્ધિઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા તો સાથે જ નાના બાળકોને લ્હાણી કરાવવામાં આવી હતી. આ શરદોત્સવ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી જે.એસ પ્રજાપતિ, ધાંગધ્રા પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો સાથે શરોદોત્સવ નિમિત્તે રાસ-ગરબાની રમઝટમાં આમંત્રિત મહેમાનો સહિત તમામ લોકોએ રાસ ગરબાની રમઝટમા મનમુકીને ગરબે રમ્યા હતા તો સાથે જ મયુરનગર ગામેથી પધારેલી ખાસ આહીર રાસ ગરબીએ પોતાના પરંપરાગત વેશમાં રમઝટ બોલાવી હતી. આ કાર્યક્રમમાં વિવિધ રાજકીય હોદ્દેદારો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.હળવદ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી મેહુલભાઈ સિંધવ સહિત કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કર્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,470SubscribersSubscribe

TRENDING NOW