ગુજરાત રાજયની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વેકેશનની તારીખો એક સરખી રહે તે મુજબ દર વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતા શાળાકીય પ્રવુતિ કેલેન્ડરમાં દર્શાવેલ તારીખ મુજબ રાજયમાં આવેલ પ્રાથમિક શાળાઓ માટે દિવાળી વેકેશન તા. 28/10/2024 થી તા. 17/11/2024 સુધી એમ કુલ- 21 દિવસનું નીયત કરવામાં આવ્યું છે.

તેમજ વધુમાં જણાવ્યું હતું કે,ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નક્કી કરેલ શૈક્ષણીક સત્ર અને વેકેશનની તારીખો અનુસરવાની રહેશે. વેકેશનની તારીખોમાં જો કોઈ ફેરફાર હશે તો તેની અલગથી સુચના આપવામાં આવશે.


