મોરબીના મહેન્દ્રપરામાં રહેતા જયંતીભાઈ મુળજીભાઈ ભલસોડ નામના વૃદ્ધે સુનીલ લુહારને ઉછીના રૂપિયા આપ્યા હતા. થોડા દિવસો બાદ વૃદ્ધે આપેલ ઉછીના રૂપિયા સુનીલભાઈ પાસેથી પરત માંગતા આરોપી સુનીલ લુહારે વૃદ્ધને ગાળો આપી લાકડાના ધોકાથી મુંઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ વૃદ્ધે તે આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે, પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.

