ટંકારા તાલુકાના વીરપર ગામથી રાજપર ગામ તરફ જતા રોડ પર બાબુભાઈ મોરજા નામના ખેડૂતના ખેતરમાંથી આજે સવારના સમયે એક અજાણ્યા યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી જે બાદ ખેડૂત દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા ટંકારા પોલીસની ટીમ સ્થળ પર પહોચી હતી અને તપાસ હાથ ધરી હતી લાશના અલગ અલગ ભાગમાં માટી મળી આવતા તેને અગાઉ દાટી દેવામાં આવ્યા બાદ ફરીથી બહાર કાઢવામાં આવી હોવાથી હત્યાની આશંકા સેવાઈ રહી છે જેથી પોલીસે મૃતદેહનો કબજો મેળવી મોરબી સિવિલ હોસ્પિટલ પોસ્ટ મોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી મૃતકની ઓળખ થઇ શકી ન હોય પ્રાથમિક દ્રષ્ટી એ પર પ્રાંતીય ખેત મજુર ની હોવાનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે.

