મોરબીના રફાળેશ્વર નજીક આવેલ સોનલ સોસાયટીમાં રહેતા અને સિરામિક ફેકટરીમાં કામ કરતા અશોકભાઇ જેસીંગભાઇ અઘારાનો પુત્ર અંકિત ગઈકાલે અભ્યાસ માટે શાળામાં ગયો હતો. જ્યાં શાળામાં રિશેષ દરમિયાન અંકિત અને તેનો મિત્ર પ્રકાશ સીડીથી નીચે ઉતરતા હોય તે દરમિયાન 11માં અભ્યાસ કરતો ધ્રુવ સોમાણી આવી પ્રકાશની મશ્કરી ન કરવાનું કહી ગાળો આપી અને હાથમાં પહેરેલ કડું વડે મારમારી તેમજ ધ્રુવ સોમાણી અને મેહુલ સોમાણી બંને મારામારી કરી અંકિતને ઈજા પહોચાડી હતી. આ બનાવ અંગે અંકિતના પિતાએ તે બંને સગીર આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કર્યો છે.

