હળવદના પંચમુખી ઢોરા વિસ્તારમાં હત્યાની ઘટનામાં એક નવો વણાંક સામે આવ્યો છે. આ બનાવમાં મરણ જનાર સુખદેવને આરોપી ભરતભાઇ બાબુભાઇ દેવીપુજકની પત્ની સાથે પ્રેમ સબંધ હોય, જે બાબતની જાણ આરોપીને થઇ હતી. જે બાબતનું મન દુ:ખ રાખી ગત તા.-07/09 ના રોજ સુખદેવ ઝિઝુવાડીયા નામના યુવાન તેના ઘરની બહાર સુતો હોય તે દરમિયાન ભરતભાઇ દેવીપુજક નામના આરોપીએ બોથડ હથીયાર વડે માથાના ભાગે જીવલેણ ઈજા કરી તેની હત્યા કરી હતી. આ બનાવ અંગે પોલીસને જાણ થતા તેને તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

