મોરબીના યોગેશ્વરનગર ભંભોડીની વાડી આલાપ રોડ પાસે રહેતા વ્રજલાલભાઇ નવઘણભાઇ નકુમ નામના વૃદ્ધએ ગત તા.-22/09 ના રોજ બપોરના આશરે અગીયારે વાગ્યાની આસપાસ ટંકારાના વીરપર ગામે પાસે આવેલ દ્રારકાધીશ હોટલથી આગળ કોઈ અજાણ્યા આરોપીએ વ્રજલાલભાઇને વિશ્વાસમાં લઇ તેની સોનાથી મઢેલ આશરે બે તોલાની કિંમત રૂ. 80,000 વાળી રૂદ્રાક્ષની માળા સાફ કરી આપવાની લાલચ આપી માળા લઈ લીધી હતી. જે બાદમાં પાછી ન આપતા વૃદ્ધ સાથે છેતરપીંડીનો કિસ્સો બન્યો હતો. બાદમાં વ્રજલાલભાઇ નકુમ નામના વૃદ્ધે તે આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.

