મોરબી ૧૮૧ મહીલા અભયમની ટીમ ને અજાણ્યા વ્યક્તિએ ફોન કરી એક યુવતી આપઘાતનો પ્રયાસ કર્યો હોય અને તેને મદદની જરૂર હોય જેથી ૧૮૧ ટીમના કાઉન્સિલર બીનાબેન ગોહિલ, પોલીસ કોન્સ્ટેબલ ખ્યાતિબેન,પાયલોટ જીગર ભાઈ મદદ માટે સ્થળ પર પહોંચતા નિરીક્ષણ કરતા જાણવા મળેલ પીડિતા બહેન ના હાથ મા તીક્ષ્ણ હથીયારથી ઘા ઝીકતા હાથ માં ઇજા થયેલ છે જેથી તાત્કાલિક 108ની ટીમને જન કરી હતી જોકે યુવતી સારવાર માટે તૈયાર ન હી પીડિતા બહેન એ જણાવેલ તે આત્મહત્યા કરવા માગે છે ટ્રક નીચે આવી મરી જવા માંગે છે તેવી જીદ પકડી પીડિતાએ રોડ તરફ દોટ મુકેલ જેથી 181 ટીમ બહેન ની પાછળ ગયેલ અને બહેન ને આશ્વાસન આપેલ અને તેની સમસ્યા જાણવાનો પ્રયત્ન કર્યો અને માં બહેનને પાણી પીવડાવેલ એક જગ્યા પર બેસાડેલા જેમાં પીડિતા બહેન એ જણાવેલ તે જે વ્યક્તિ એ 181 પર કોલ કરેલ તેની સાથે 14 વર્ષ થી લિવ ઇન રીલેશનશિપ મા રહે છે જેમાં કાલે પીડિતા બહેનના પુરુષ મિત્ર ઘરે આવેલ જેમાં લિવ-ઇન મા સાથે રહેનાર વ્યક્તિ એ તે બાબત પર શંકા કરેલ જેથી બોલાચાલી થયેલ જેમાં પીડિતા બહેન એ જણાવેલ તે જીવન જીવવા ઇચ્છતા ના હોય જેથી આજ રોજ ચાકુ વડે હાથ માં ચેકા કરેલ અને હાલ પણ ટ્રક નીચે આવીને આત્મ હત્યા કરવા માટે દોટ મુકેલ હોય જેથી 181 ટીમ પીડિતાને આત્મા હત્યા કરવા માટે જતા રોકેલ અને તેમને સમજાવી ને બચાવેલ બહેન ને સમજાવેલ આત્મ હત્યા કરવી એ કોઈ હલ નથી અને બહેન સાથે કાઉન્સિલિંગ કરતા બહેન ના હાથ માં પાટ્ટો વાળેલ જેમાં પીડિતા બહેન 108 ની સેવા લેવા ની ના પાડતા હોવાથી બહેન ને આત્મ હત્યા કરવા ના વિચાર ફરી થી ના આવે અને આગળ ની તબીબી સેવા તથા લોંગ કાઉન્સિલિંગ માટે મોરબી મા આવેલ સખી વન સ્ટોપ સેન્ટર મા સોપી હતી.

