મોરબીની પરશુરામ પોટરી ગ્રાઉન્ડમાં આવેલ હનુમાનજી મંદિર પાસે બાતમીના આધારે પોલીસે રેડ મારતા ત્યાં છુપાવેલ વિદેશી દારૂ સાથે આરોપી સંદીપ બેચરભાઈ ચાઉ અને કિશન ભુપતભાઇ ગાંધીને એક સ્પ્લેન્ડર બાઈક અને એક્ટિવા સાથે વિદેશી દારૂની 3 બોટલ, બે મોબાઈલ ફોન તેમજ રોકડા રૂપિયા 6210 મળી કુલ રૂ.- 87,605 સાથે ઝડપી લીધા હતા. તેમજ વધુમાં આરોપી સંદીપની પૂછતાછ કરતા સંદીપએ કબુલ્યું કર્યું હતું કે, પોતે ધ્રાંગધ્રાથી આ દારૂ મંગાવતા આરોપી મુબારક નામનો શખ્સ ઇકો કારમાં દારૂનો જથ્થો આપી ગયો હતો. બાદમાં આરોપી જયદીપ ઉર્ફે જયું બેચરભાઈ ચાઉ અને કિશન ગાંધી સાથે વિદેશી દારૂ વેચતો હોવાનું કબુલતા આ ચાર બુટલેગર વિરુદ્ધ મોરબી સીટી બી-ડિવિઝન પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

