કોંગ્રેસના નેતા લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી તાજેતર માં અમેરિકા પ્રવાસે ગયા હતા જ્યાં તેઓએ એક ઈન્ટરવ્યુંમાં અનામત મુદે આપેલ નિવેદન ચર્ચાનું કેન્દ્ર બન્યું છે ભાજપ દ્વારા કોંગ્રેસ અને રાહુલ ગાંધી અનામત વીરોધી હોવાનું જણાવી ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ત્યારે આજે ગુજરાત ભરમાં ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અમદાવાદ ખાતે સીએમની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરાયું હતું સીએમ રેલીમાં જોડાયા હતા ત્યારે મોરબી જિલ્લામાં પણ ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું મોરબીમાં ભાજપ દ્વારા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી રેલી કાઢવામાં આવી હતી રેલીમાં ભાજપના પદાધિકારીઓ આગેવાનો વિવિધ મોરચા અને મહિલા કાર્યકરો સહિતના જોડાયા હતા અને પોસ્ટર અને બેનરો સાથે રાખી રાહુલ ગાંધી અને કોંગ્રેસ અનામત વિરોધી ગણાવ્યા હતા આ રેલી મોરબી નગર પાલિકા કચેરીએ પહોચી હતી જ્યાં ડો આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ તકે મોરબી માળિયા ધારાસભ્ય કાંતિ અમૃતિયા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી જેઠાભાઈ મિયાત્રા, મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, નિર્મલભાઈ જારીયા, અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ બાબુભાઈ પરમાર, જયંતીભાઈ પટેલ સહિતના નેતાઓ જોડાયા હતા.


