મોરબીના સામાંકાંઠે વેજીટેબલ રોડ પર સ્મશાનના ગેટ પાસે ગઈકાલે સાંજના સમયે શામજીભાઈ પોપટભાઈ ચાવડા અને જગદીશભાઈ ધીરુભાઈ બારોટ ઉર્ફે ઉગો બંને રહે. વેજીટેબલ રોડ વાળા તથા પ્રભુભાઇ સાથે ઇરફાન દાઢી જામ મીયાણાને મોબાઇલ બાબતે આ ત્રણેય સાથે જપાજપી કરી પોતાની પાસે રહેલ છરી કાઢી મારી નાખવાના ઇરાદે મરણ જનાર તથા ઇજા પામનારને છરી વડે આડેધડ શરીરે માર મારી શામજીભાઇને ગંભીર ઇજા પહોચાડી મોત નીપજાવી તથા સાહેદ જગદિશભાઇને તથા પ્રભુભાઇને છરીથી ઇજા કરી હતી. બાદમાં આ ત્રણેયને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન શામજીભાઈ પોપટભાઈ ચાવડાનું મોત નીપજ્યું હતું. આ અંગે શામજીભાઈના બહેને મોરબી બી-ડિવિઝન પોલીસ મથકમાં તે શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે, પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.

