મોરબીના ભડિયાદ કાંટા પાસે આવેલ સમાજવાડીની બાજુમાં ખીમજીભાઈ રવજીભાઈ પરમાર નામના યુવાનને ગત તા.-17/09/2024ના રોજ તેનું GJ-03-FB-0390 નંબરનું બાઈક પાર્ક કરેલ હતું. બાદમાં કોઈ અજાણ્યા તસ્કરો તે બાઈક લઇ નાસી ગયા હતા. જે બનાવ બાદ ખીમજીભાઈએ આસપાસના વિસ્તારમાં શોધખોળ કરી હતી, પરંતુ બાઈક ન મળતા તેને બાઈક ચોરી અંગે મોરબી સીટી બી-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.

