વાંકાનેરની જામસર ચોકડી પાસે પેપરમીલ ની સામે રહેતા મૂળ યુપીના વતની નીરજકુમાર વિજયકુમાર ગૈાતમ નામનો યુવાન ગઈકાલે મીલની સામે બેલાની ખાણમાં ઇલેકટ્રીક શોક લાગતા તેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ થતા તેના મુત્યુ અંગે નોધ કરી છે.

