મોરબીના નવા જાબુડીયા ધર્મ સિધ્ધી સોસાયટીમાં બાતમીના આધારે પોલીસે રેડ મારતા તે સોસાયટીમાં ગૌત્તમભાઇ શિવાભાઇ પરમારના રહેણાંક મકાનમાંથી કુલ 228 ઈંગ્લીશ દારૂની બોટલો રૂ.- 78,000 નો મુદામાલ મળ્યો હતો. પોલીસે તે આરોપીની ધરપકડ કરી તે શખ્સ પાસેથી દારૂનો મળેલ મુદામાલ કબ્જે કર્યો હતો. મોરબી પોલીસે તે શખ્સ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

