ટંકારા તાલુકાના વાઘગઢ ગામની વાડીમાં ગત રાત્રીના દેવજી ગંગારામ ભીમાણી નામના 70 વર્ષના એક ખેડૂત ટ્રેક્ટર સાથે ખુલ્લા કુવામાં પડ્યા હોવાનો મોરબી ફાયર વિભાગમાં કોલ આવ્યો હતો.જે બાદ મોરબી ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોચી હતી અને રાત્રીના વૃદ્ધને બહાર કાઢવા પ્રયાસ કર્યો હતો જોકે ખુલ્લો કુવામાં પાણી વધારે હોય અને રાત્રીના અંધારું વધારે હોવાથી વૃદ્ધને બહાર કાઢી શક્યા ન હતા જોકે વહેલી સવારે વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો જે બાદ મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માત મોત અંગે નોધ કૃત તપાસ હાથ ધરી છે


