મોરબીમાં સાતમ આઠમ પર્વ દરમિયાન એક બંધ મકાનમાં ચોરીની ઘટના બની હતી આ ઘટનામાં પોલીસે એક સિક્યુરીટી અને ઘરઘાટીનું કામ કરતા પંકજ બીસેભાઈ ઢોલીનામના નેપાળી વ્યક્તિને ઝડપી પાડ્યો હતો આ શખ્સે તેના બે સાથીઓને ચોરીમાં મદદ કરી હતી આરોપીની પૂછ પરછ દરમિયાન આ શખ્સ રવાપર ગોલ્ડન માર્કેટ પાછળ આવેલ વિરાટ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રહી ચોકીદારી અને સફાઈ કામ કરતો હતો જેથી પોલીસે આ અંગે તપાસ કરતા એપાર્ટમેન્ટના પ્રમુખે આં શખ્સને કામ પર રાખતા પહેલા પોલીસ મથકમાં નોધણી નહી કરવી હોવાનું સામે આવતા પોલીસે વિરાટ એપાર્ટમેન્ટના પ્રમુખ ઓઘવજીભાઈ લીંબાભાઈ સુવારીયા વિરુદ્ધ જાહેરનામાં ભંગ અંગેનો ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

