મોરબીના રવાપર રોડ પાસે આવેલ માણેક સોસાયટીમાં રહેતા અને લુવાણાપરામાં અનાજ કરીયાણાની દુકાન ચલાવતા હિતેનભાઈ અરવિંદભાઈ પલાણએ તેના પરિવાર સાથે સાતમ-આઠમની રજામાં કેરલા રાજ્યમાં ફરવા ગયા હતા. જે મામલે બે તસ્કરો તા.- 01/09/2024 ના રોજ આશરે રાત્રીના ત્રણ વાગ્યાની આસપાસ હિતેનભાઈના મકાનમાં ખુસી કબાટના લોક તોડી રોકડ રૂ.-70,000 ની ચોરી કરી ગયા હતા. જે બાદ હિતેનભાઈ કેરલા ફરીને ઘરે પરત ફરતા તેના મકાનમાં ચોરી થઇ હોવાની જાણ થતા તેને તેની શેરીના સીસીટીવી ચેક કરતા તેના ઘરમાં બે શખ્સોએ ઘરમાં પ્રવેશી ચોરી કરી નાસી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે હિતેનભાઈએ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ મથકમાં તેના મકાનમાં થયેલ ચોરી અંગે ફરિયાદ નોધાવી છે, પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.

