મોરબી લાલપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ડિસ્ટ્રિક ટોબેકો કંટ્રોલ સેલ મોરબી સયુક્ત ઉપક્રમે આયુષ્માન આરોગ્ય મંદીર જોધપર (નદી) દ્વારા એમ.પી.પટેલ બી.એડ., સાયન્સ અને કોમર્સ કોલેજ જોધપર ખાતે વિધ્યાર્થીઓ દ્વારા તમાકુના વ્યસન અંગે જાગૃતિ લાવવા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં 107 વિધ્યાર્થીઓએ ભાગ લીધો હતો. મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ડી.બી.મહેતા અને ડો.દીપક બાવરવા (EMO)ની સૂચનાથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપરમાં એમ.ઓ. ડો. રાધિકાબેન વડાવીયાએ વિદ્યાર્થીઓને પોતે વ્યસન મુક્ત રહેવા અને પોતાના પરિવારને વ્યસન મુક્ત બનાવવાને વ્યસનથી થતાં ગેરફાયદા વિશે આરોગ્ય શિક્ષણ આપ્યું હતું. લાલપર આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ દીપકભાઈ વ્યાસે પોષણમાસ ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓને આરોગ્ય શિક્ષણ આપ્યું. સૈયદ મકસુદભાઈ એમ., તોફિકભાઈ બેલીમ, સાહિસ્તાબેન દેકાવડીયા તથા પ્રિન્સિપલ રજનીશ એચ. બરાસરા તથા શિક્ષકો દ્વારા પ્રોગ્રામને સફળ બનાવામાં આવ્યો. પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓને પોત્સાહક ઈનામ આપવામાં આવ્યા અને દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ તેમજ પ્રશ્નોતરીના વિજેતાઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

