મોરબી તાલુકા પોલીસ સ્ટેશન અને સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પોલીસ સ્ટેશનના એમ બે અલગ-અલગ ખુનના ગુનામાં 9 વર્ષથી નાસતો ફરતો આરોપી રાજેશ પુજીયા ભુરીયાએ તેના વતન એમપીમાં હોવાની ચોક્કસ મળેલ બાતમીના આધારે પેરોલ ફર્લો સ્કોવોડે તે આરોપીને એમપીના જાંબુઆ જીલ્લામાં આવેલ ગ્રામીણ બેક સામેથી પકડી પાડ્યો હતો. પેરોલ ફર્લો સ્કોવોડે આરોપીને પકડી મોરબી તાલુકા પોલીસને સોપી કાયદેસરની કાર્યવાહી કરી છે.