અમદાવાદ શહેરના માધવપુરા પોલીસ મથકમાં ઓનલાઇન ક્રિકેટ બેટિંગના ગુનામાં મુખ્ય આરોપી દીપક ઉર્ફેદ ડીલક્ષ ધીરજ લાલ ઠક્કર કેજે ઓનલાઇન ક્રિકેટ બેટિંગ તેમજ શેર બજારમાં ડબ્બા ટ્રેડિંગની ગેરકાયદેસર પ્રવૃતિનું મુખ્ય આરોપી હોય જે લાંબા સમયથી નાસ્તો ફરતો હોય અને ભારતથી ફરાર થઈ દુબઈ પહોંચી ગયો હતો જે બાદ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા કેન્દ્ર સરકારની મદદથી આરોપીની દુબઈથી પ્રત્યારોપણ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે પ્રક્રિયા ને અંતે આરોપી દીપક રૂપે ડિલક્સ ઠક્કરની દુબઈથી ધરપકડ કરવામાં આવી હતી અને અમદાવાદ ખાતે લાવી કોર્ટમાં રજૂ કરાયા બાદ છ દિવસના રિમાન્ડમાં મોકલી દેવાયો હતો આ દરમિયાન સ્ટેટમેન્ટ સેલ ની ટીમ દ્વારા આરોપીના ઘરની ચડતી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન તેના ઘરમાંથી 4,50,000 રોકડા તેમજ અલગ અલગ સંપત્તિના દસ્તાવેજો મળી આવ્યા હતા જેમાં એક સીએનજી ગેસ પમ્પ ડીસા ખાતે 1200 ફૂટ ના ત્રણ પ્લોટ આ ઉપરાંત ડીસામાં આવેલી રાજકમલ સોસાયટીમાં 1300 ફૂટ ના પ્લોટ ડીસાના પાલનપુર હાઇવે પર હોટેલ નો પ્લોટ એપીએમસીમાં દુકાનો અલગ અલગ જગ્યાએ ખેતીની જમીનો કોમર્શિયલ કોમ્પ્લેક્સ તેમજ અમદાવાદ શહેરની અલગ અલગ બેન્કમાં લોકર બ્રાન્ડેડ કાર અને અન્ય કરોડોની મિલકત આરોપી કે તેના સગા ના નામે હોવાનું સામે આવ્યું છે આ મિલકતો ની પણ સ્ટેટમેન્ટ સેલ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને આ કેસમાં આગામી દિવસોમ વધુ ચોકાવનારી વિગત સામે આવે તેવીસ શક્યતા હોવાનું નાયબ પોલીસ અધિક્ષક કેટી કામરીયાએ જણાવ્યું હતું