મોરબી જિલ્લામાં આવેલી ચારેય નગર પાલિકા પૈકી મોરબી વાંકાનેર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે જેમાં અવાર નવાર આગજનીની ઘટના બનતી હોય છે આ ઉપરાંત માળિયા કે આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં આગની ઘટના બને તો પણ મોરબીથી ફાયર ફાઈટર મગાવવું પડે છે જેના કારણે સમય અને શક્તિ વેડફાઈ જતી હોવાથી રાજ્ય સરકાર દ્વારા માળિયા મિયાણા નગરપાલિકા ફાયર પ્રિવેન્શન વ્હીકલ ફાળવ્યું છે આ સાધનથી માળિયા નગરપાલિકા અને આસપાસના ગ્રામ વિસ્તારમાં ઝડપી આગ બુઝવવાની કામગીરી થતા માલ મીલ્કતનું નુકશાન થતા અટકશે તેવી લોકો આશા સેવી રહ્યા છે