વાંકાનેર સીટી સ્ટેશન પાસે વર્લી ફીચરનો જુગાર રમતા સાહિલ હનીફભાઈ ભટ્ટી અને જુનેદભાઈ યાકુબભાઈ ભટ્ટી નામના બે શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. તે શખ્સો પાસેથી કુલ રૂ.-15,200 નો મુદામાલ મળી આવ્યો હતો, જે પોલીસે જપ્ત કર્યો હતો. વાંકાનેર સીટી પોલીસે તે શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનાની નોધ કરી છે.
તેમજ વાંકાનેર સીટી પોલીસે વેલનાથપરા ચોક નજીક બાતમીના આધારે રેડ મારતા ત્યાં જુગાર રમતા કાનજીભાઈ ધનજીભાઈ દેત્રોજા, મનીષભાઈ જગદીશભાઈ ઉધરેજા, અજયભાઈ ધનજીભાઈ દેત્રોજા, તુષારભાઈ મનસુખભાઈ વડેચા, મનોજભાઈ ધીરૂભાઈ વિંજવાડીયા અને રોહીતભાઈ પાચાભાઈ બારૈયા નામના છ શખ્સોને પોલીસે રૂ.- 11,250 ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. વાંકાનેર સીટી પોલીસે તે જુગારીઓ વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

