ગત તા.27/08/2024 ના રોજ 18:30 એક અજાણી સ્ત્રી/કિન્નર જેની ઉવ-આશરે 35 થી 40 વર્ષનું એક માનવ કંકાળ મળી આવેલ જે કંકાલ ઉપર વાદળી કલરની બ્રા તથા કેશરી કલરનું બ્લાઉઝ તથા કેશરી કલરનો ચણીયો તથા મરુન કલરની ચુંદડી/દુપટ્ટો મળી આવેલ જેઓના હાથ ઉપર લાલ કલરની બંગળી ગળામાં સીલ્વર કલરનું માદળીયું તથા કાનમા પીળી ધાતુના બુંટીયા તથા બ્લુ કલરના સ્લીપર મળી આવેલ છે.આ કામે મરણજનારની લાશની ઓળખ થયેલ નથી.
જે અજાણી સ્ત્રી/કિન્નર કે, તેના સગા સંબધીની કોઇ ઓળખ થયેલ ન હોય જેવાથી મરણ જનારની લાશની ઓળખ કરવા તેઓના વાલીવારસ અંગેની કોઇપણ માહીતી મળ્યેથી મોરબી તાલુકા પો.સ્ટે ટે.નં-02822-242592 તથા 63596 26065 તેમજ ત.ક.અ. ડિ.ડિ.જોગેલા પો.સબ.ઇન્સ. મોરબી તાલુકા પો.સ્ટે મો.નં-82000 68372 ઉપર જાણ કરવા વિનંતી છે.