HomeGujaratમોરબી નગર પાલિકા કચેરી ખાતે મોડી રાત્રે પવનને કારણે વૃક્ષ ધરાશાયી થયા

મોરબી નગર પાલિકા કચેરી ખાતે મોડી રાત્રે પવનને કારણે વૃક્ષ ધરાશાયી થયા

હાલમાં સમ્રગ ગુજરાત રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે, તેવામાં મોરબી જીલ્લામાં ભારે પવન સાથે મુશળધાર વરસાદ વરસ્યો હતો, જેના લીધે અલગ-અલગ વિસ્તારોમાં જેવા ટાઉનહોલની સામે ભવાની સોડાની સામે એક વૃક્ષ ધરસાઈ થઈ ગયું છે. રસ્તા પર વૃક્ષ પડતા ત્યાં વાહન વ્યવહાર પણ બંધ કરવો પડ્યો હતો. જો કે કોઈ મોટી જાનહાની થઈ હોવાની માહિતી નથી. આ ઉપરાંત નાની વાવડીના કબીર આશ્રમ પાસે ભારે વરસાદના કારણે વૃક્ષ ધરાસાઈ થયું છે. વૃક્ષ રસ્તાની વચ્ચે પડતા રસ્તો બંધ થઈ ગયો હતો.

તેમજ મોરબી શહેરમાં પણ મોરબી નગર પાલિકા કચેરી ખાતે મોડી રાત્રે પવનને કારણે એક વૃક્ષ ધરાશાયી થયું હતું અને કંડલા બાયપાસ પાસે આવેલા આનંદ નગર ગેટ નજીક વ્રુક્ષ ધરાશાયી થતા તેને દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW