સમગ્ર મોરબી જિલ્લામાં થયેલા ભારે વરસાદે મોટા પાયે ખાનાખરાબી સર્જાઈ હતી મચ્છુ 2 ડેમમાંથી છોડાયેલા પાણીઅન પ્રવાહ માળિયાના ખરઈ ગામમાં ફરી વળ્યા હતા સ્થિતિ એટલી હદે ખરાબ થઈ હતી કે હાઈવે પર ત્રણ લોકો અદ્ધ વચ્ચે ફસાઈ ગયા હતા અ ઉપરાંત ખીરઇ ગામ પણ લોકો ફસાયા હતા લોકોને બચાવવા તંત્ર્દ દ્વારા ભારે જહેમત ઉઠાવવી પડી હતી ગત રાત્રીના મોરબી ફાયર વિભાગની ટીમ રેસ્ક્યુ ઓપરેશન કરી રહી હતી તે દરમિયાન ફાયર વિભંગ દ્વારા રેસ્ક્યુક્રાફ્ટ ઉતારવામાં આવી હતી જોકે પાણીના તેજ પ્રવાહમાં આ ક્રાફ્ટ બેકાબુ બની ગયું હતું અને પાણીમાં તણાઈ ગયું હતું જેથી ફાયર વિભાગ દ્વારા પાણીમાં પ્રવાહમાં આવતા ગામમાં કોઈને અ રેસ્ક્યુ ક્રાફ્ટ મળે તો તાત્કાલિક ફાયર વિભાગનો નંબર 0 2822 230050 સંપર્ક કરવા ફાયર ઓફિસર દેવેન્દ્ર સિંહ જાડેજાએ જણાવ્યું હતું


