મોરબી પોલીસને મળેલ બાતમીના આધારે મોરબી જેતપર રોડ પાસે પાવડીયારી કેનાલ નજીક એક ઇસમ શંકાસ્પદ હિલચાલ કરતો જોવામાં આવતા તુરત જ તેને પકડી તલાશી લેતા તેની પાસેથી દેશી હાથ બનાવટ હથિયાર તેમજ કાર્ટીસ સાથે અરુણકુમાર રામશંકર નીશાદ મૂળ યુપીવાળાને પોલીસે ઝડપી લીધો હતો. તે શખ્સ પાસેથી દેશી હાથ બનાવટ હથિયાર તેમજ કાર્ટીસ કુલ રૂ.-10,100 નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. મોરબી તાલુકા પોલીસે તે શખ્સ વિરુદ્ધ આમ્ર્સ એક્ટ હેઠળ ગુનાની નોધ કરી છે.

