HomeGujaratમોરબીમાં આધેડની નજર ચૂકવી રૂ. 20 હજાર સેરવી જનાર 2 શખ્સો ઝડપાયા

મોરબીમાં આધેડની નજર ચૂકવી રૂ. 20 હજાર સેરવી જનાર 2 શખ્સો ઝડપાયા

હળવદના સરા ચોકડી વિસ્તારમાં આવેલા વસંત પાર્કમાં રહેતા મહિપતરામ ભવાનીશંકર રાવલ નામના આધેડ ગત 29 જુલાઈ ના રોજ મોરબી શહેરની મુખ્ય પોસ્ટ ઓફિસથી રૂપિયા ઉપાડી તેના ઘરે જવા નીકળ્યા હતા. આ દરમિયાન આધેડને રિક્ષામાં બેસાડી લઈ ગઈ હતી. આ દરમિયાન એક શખ્સે ઉલટીનું બહાનું કરી રિક્ષામાંથી ઉતરી જઈ આધેડની નજર ચૂકવી હતી. જ્યારે બીજા એક શખ્સે તેમના ખિસ્સામાં રહેલા રૂપિયા 20000 સેરવી લીધા હતા. જે બાદ મહીપતરામએ મોરબી એ-ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શોધખોળ કરતા તે શખ્સોને રાજપર ચોકડી પાસે હોવાની બાતમી આધારે સાગરભાઈ ઉર્ફે બાડો મનસુખભાઇ અબસાણીયા અને અનિલભાઈ પ્રવીણભાઈ રાઠોડ નામના શખ્સોને પોલીસે પકડી પાડ્યા હતા. તેને પૂછપરછ કરતા તે શખ્સોએ ગુનો કબુલ કર્યો હતો. ચોરીમાં ગયેલ મુદામાલ પોલીસે રિકવર કર્યો હતો, આ બને આરોપી આગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલ હોય તેવું જાણવા મળ્યું હતું. પોલીસે તેની સીએનજી રિક્ષા કબ્જે કરી શખ્સો વિરુદ્ધ ગુનાની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW