મોરબીના મહેન્દ્રનગર આઈ ટી આઈ પાછળ રહેતા વંસતભાઈ જેરાજભાઈ વાઘેલાએ મજુરી કામ કરતા હતા. અંદાજીત બે વર્ષ પહેલા તેના પત્નીને ડીલીવરી આવેલ હોય અને બાદમાં બીમાર થયેલ હોય જેથી સારવાર માટે રૂ.-2 લાખનો ખર્ચ થયેલ હોય જેથી પૈસાની જરૂર હોય તે માટે તેને રવાપરમાં રહેતા ભોલુ જારીયા પાસેથી દસ ટકા વ્યાજે નાણાં લઈ સ્વીફ્ટ કાર આપી હતી જે વ્યાજખોરોએ પચાવી પાડી હતી. બાદમાં તેને જીવણભાઈ બોરીચા ખાખરાળા વાળા પાસેથી પણ 10 ટકા વ્યાજે નાણા લઇ એકટીવા અને મોબાઈલ આપ્યો હતો. વંસતભાઈએ તેનું વ્યાજ ચૂકવવા છતાં તેને વ્યાજખોરોએ કાર, એકટીવા અને મોબાઈલ પરત ન આપ્યા. આરોપી મહિપતસિંહ જાડેજાએ પણ ઊંચું વ્યાજ વસૂલી આરોપીઓએ વધુ નાણાંની માંગ કરી હતી. આરોપીઓ ભોલુ જારીયા તથા મહિપતસિંહ જાડેજાએ ફરીયાદીને ગાળો આપી ટાંટીયા ભાંગી નાખવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે વંસતભાઈએ તે ત્રણ વ્યાજખોરો વિરુદ્ધ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે, પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.