મોરબી પોલીસને મળેલ બાતમીના આધારે ભડીયાદ કાંટા આરોપીના રહેણાંક મકાનમાં રેડ મારતા ત્યાં જુગાર રમતા મુનેશભાઈ ઉર્ફે ટીકુ નારણભાઈ મહાલીયા, પ્રવીણભાઈ જેઠાભાઈ જાદવ, પ્રવીણભાઈ મનજીભાઈ ચાવડા અને સિરાઝભાઈ ઉર્ફે દુખી અમીરઅલી પોપટીયા નામના ચાર શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. તે શખ્સો પાસેથી કુલ રૂ.- 46,300 નો મળેલ મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો. આ ચાર જુગારીઓ વિરુદ્ધ મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

