મોરબીની નીચી માંડલની સીમમાં સેરીસ્ટો સિરામિક પાછળ આવેલ તળાવમાં રાજાબાબુ ઓમપ્રકાશ આલડીયા ઉ.વ.-23 એ ગઈકાલે બપોરના સમયે તળાવના પાણીમાં ડૂબી ગયો હતો. બાદમાં ફાયર વિભાગ ટીમ દ્વારા તેને બહાર કાઢી તેની બોડીને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ થતા તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

